હેલ્થ

મહિલાઓને થતી દરેક સમસ્યાથી મળશે છૂટકારો, ખાસ વાંચો

મહિલાઓને તેમના જીવનકાળ દરમિયાન અનેક ઘણી સમસ્યાઓ સતાવતી હોય છે. જો કે ઘણી ખરી સમસ્યાઓ એવી હોય છે કે, જેમાં સ્ત્રીઓ પોતે ખૂબ જ કંટાળી જતી હોય છે. ત્યારે અમે તમારી આ બધી જ વાતોનું સોલ્યુશન લાવવા માટે લાવ્યા છીએ આ ઘરગથ્થુ ઉપચારો, જે તમારી લાઇફમાં તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે.

– જીરાની ફાકી ખાવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.
– ઘીમાં શેકેલી હીંગ, ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતા ચક્કર અને શૂળ મટે.
– સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છુટથી કરવો જેથી ધાવણ સાફ આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલાનું પાચન થાય છે.
– સુવાવડમાં તાવ અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સુંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.
– ઉલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચુર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
– પાકા કેળાં, આમળાનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.
– જીરા અને સાકરનું ચુર્ણ પાવલીભાર ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓના શ્વેતપ્રદર મટે છે.
– એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.
– હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસીક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.
– ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો, સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલી મેથીનો લોટ નાંખી એક રસ કરી ઉતારી લેવું પછી તેમાં બે તોલા ગોળ નાંખી બરાબર મીક્ષ કરી પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છુટથી આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button