ગૈરી કસ્ટર્ન અને રમન ભારતીય મહિલા ટીમના કોચ માટે શોર્ટ લિસ્ટ
ભારતીય પુરૂષ ટીમને વિશ્વકપ જીતાવનાર ગૈરી કસ્ટર્ન અને ડબલ્યૂવી રમન મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ હશે. આ બંન્નેને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઇની એડ હોક સમિતિએ ગુરૂવારે આ દિવસે પૂર્વ ક્રિકેટરોનું ઇન્ટરવ્યૂ કર્યુ અને તેના પછી કોચ તરીકે તેમના નામની ભલામણ કરી દીધી. આ સમિતિમાં પૂર્વ કપ્તાન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને એસ રંગાસ્વામી સામેલ હતાં.
આ વર્ષે 30 નવેમ્બરે ભારતીય મહિલા ટીમના તત્કાલીન કોચ રમેશ પોવારનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો. કોચ રહેતા પોવારનો ટીમની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજ સાથે વિવાદ થયો હતો. મિતાલી રાજે કહ્યું હતું કે, પોવાર સહિત કેટલાક લોકો તેનું કરિયર ખતમ કરવા માંગે છે. જોકે, મિતાલીનો વિરોધ કર્યા વિના ટી-20ની કપ્તાન હરમનપ્રીત કૌર અને ઉપ કપ્તાન સ્મૃતિ મંધાનાએ પોવારનું સમર્થન કર્યુ હતું. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ પોવારનો કાર્યભાર વધાર્યો નહી.
બીસીસીઆઇએ નવા કોચ માટે આદેવનો મંગાવ્યા હતાં, જેના માટે 28 પૂર્વ ક્રિકેટર અથવા કોચોએ આવેદન કર્યુ હતું, જેમાથી પસંદ થયેલા કેટલાક ઉમેદવારોને ઇન્ટરવ્ચૂ માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાથી ડબલ્યૂવી રમન સિવાય વેંકટેશ પ્રસાદ, મનોજ પ્રભાકર, ટ્રેંટ જાંસ્ટન, દિમિત્રી માસ્કરેન્હાસ, બ્રેડ હાગ અને કલ્પના વેંકટાચાર સામેલ રહ્યા હતાં. કસ્ટર્ન સહિત આવેદકો પાસેથી સ્કાઇપ અને એક પાસે ફોન પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું.
બીસીસીઆઇની એડહોક સમિતિએ મહિલા ટીમના કોચ માટે ગૈરી કસ્ટર્ન અને ડબલ્યૂવી રમનનું નામ શોર્ટલિસ્ટ કર્યું. ગૈરી ક્ટર્ન દક્ષિણ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર છે અને 2008થી 2011 સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહ્યા છે. ભારતે તેમના કાર્યકાળ દરમિયાન જ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વિશ્વ કપ જીત્યો હતો. કસ્ટર્ન તેના પછી 2011 થી 2013 સુધી દક્ષિણ આફ્રિકાના કોચ રહ્યા. ગૈરી કસ્ટર્ન હાલમાં આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂના કોચ છે.