અમદાવાદ
ગર્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસુચિત જન જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ગર્વ ચેરીટેબલ ટ્ર્સટ દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય નૌષાદ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગર્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસુચિત જાતિના લોકો માટે ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહિત કરવાનું ઉમદા કાર્ય છે. આ માટે તેઓએ ગર્વ ચેરીટેબલ ટ્રસ્ટને શુભેચ્ચા પાઠવી હતી. આ કાર્યક્રમ દ્વારા 150 જેટલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા યોજવામાં આવ્યો હતો.