ગાંધીનગર ના અડાલજ ખાતે યોજાશે, સમગ્ર ગુજરાતનું સરપંચ એકતા મહાસંમેલન
ગુજરાત ના ગામડા ના સરપંચ ના અમુક પ્રશ્નો લઈ ને ઘણા વર્ષો થી રજૂઆતો કરવામા આવી રહી છે.ત્યારે પંચાયત અધિનિયમ અનુસાર કાયદા પ્રમાણે સરપંચ ની જે સતા હોય છે એ
પ્રમાણે વર્તવાનું હોય છે જે અંતર્ગત ગુજરાત ના ગામડા ના અમુક સરપંચ અને પંચાયત સભ્યો દ્વારા સરપંચ જન અધિકાર સંગઠન ની રચના કરવામાં આવી છે અને ગાંધીનગર ના અડાલજ ખાતે સમગ્ર ગુજરાત નું સરપંચ એકતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેની જાણકારી મીડિયા સમક્ષ આપવા સરપંચ જન અધિકાર એકતા મંચ ના પ્રમુખ દિપક પરમારે જણાવ્યા અનુસાર ગુજરાત ના ગામડા ના સરપંચ ના પ્રશ્નો ને વાચા આપવા માટે આ જન અધિકાર સંઘ ની સ્થાપના થઇ છે કે ગુજરાત ના ગામડા ના સરપંચો ના અમુક પ્રશ્નો નું નિવારણ કરવા માટે એક મંચ નીચે ભેગા થવાના છે
આ કોઈ રાજકીય લાભ લેવા માટે ભેગા નથી થવાના અમારી માંગણી છે કે સરપંચ નું માનદ વેતન નક્કી કરવામાં આવે .અને સમરસ ગ્રામ પંચાયત ને જે 5 લાખ ની ગ્રાન્ટ આપવામાં આવે છે એ ફક્ત ગામ માં રોડ રસ્તા બનાવવા માટે જ નહીં પણ બીજા પણ વિકાસ ના કામો માં ઉપયોગ થઈ શકે, સરકારી અધિકારી પોતાના ભ્રષ્ટાચાર માટે સરપંચ ને ખોટી રીતે હેરાન કરે છે દરેક કામ માં એમનું કમિશન બાંધેલું હોય છે અને જો કમિશન ના મળે તો પેમેન્ટ અટકાવતા હોય છે એટલે કામ અટકી જતા હોય છે માટે અમે તારીખ 18 ફ્રેબ્રુઆરી ના રોજ સમગ્ર ગુજરાત ના સરપંચો એક મંચ નીચે ભેગા થઈ ગુજરાત ના મુખ્યમંત્રી ને આવેદન આપી અમારી માંગણી પુરી કરવા માટે કહીશું