Site icon Time News

Gandhinagar: ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૩ જુલાઇ-૨૦૨૫થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાના સંચાલકો – શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ શરૂ કરવામાં આવશે. આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા.૧૬ જૂન ૨૦૨૫ થી તા.૦૩ જૂલાઈ ૨૦૨પ દરમિયાન સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે ટોલ ફ્રી નંબર દ્વારા અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે.

આ પણ વાંચો, Gandhinagar: રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ અપાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version