Site icon Time News

Gandhinagar: ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરાઈ

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે. આ પંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના સુનીલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે.

આ રાજ્ય નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે બી. પી. ચૌહાણ આઈ.એ.એસ.ની નિમણૂક ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલી છે. નાણાં પંચના અધ્યક્ષ સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે.

રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષની નિમણૂક કર્યા પછી હવે વધુ ૩ સભ્યોની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે પાંચ સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે.

આ પણ વાંચો, Ahmedabad: GTU ખાતે બૌદ્ધિક સંપદા અધિકારો પર 6-દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version