Gujarat

ગાંધીનગરના સિરિયલ કિલરે કરી ચોંકાવનારી કબૂલાત, ગોળી મારી તેની લાશને ગટરમાં ફેંકી દીધી

ગુનેગારે કરી કબુલાત અને કહી આ વાત. જેના દ્રારા થઇ મદદ તેની જ કરી હત્યા. મદદ બની સજાસિરિયલ કિલર મદન ઉર્ફે મોનીશની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મોનિશે વધુ એક હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. લૂંટનો માલ સામાન ખરીદનાર વિશાલ પટેલ નામના સોનીની હત્યા કરી હોવાનું મોનિશે જણાવ્યું છે. મોનિશે વિશાલને કઠવાડા જીઆઇડીસી મળવા બોલાવી તેને ગોળી મારી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ વિશાલના મૃતદેહને મોનિશે ગટરમાં નાખી દીધો હતો. એટલું જ નહીં, વિશાલની ઈકો ગાડીને દહેગામ રોડ ઉપર સળગાવી દીધી હતી.

મોનિશની કબૂલાત બાદ સીઆઈડી ક્રાઈમે સળગેલી ઈકો કાર કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વિશાલના ગુમ થયા અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પણ મોનિશે તેની હત્યાની કબૂલાત કરતાં આજે તેનો ભેદ ઉકેલાયો હતો. મોનિશે ગાંધીનગરના ઈન્ફોસિટીમાં એક અને અડાલજ વિસ્તારમાં બે લોકોને માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે સિરિયલ કિલર મોનિશની ધરપકડ કરી હતી.તેની કબૂલાતનું પોલીસે નિવેદન લીધુ હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button