
ગાંધીનગરમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ પ્રથમ બેઠક મળી છે. કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી છે. યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ થશે. પૂર્વ IAS સી.એલ.મીણા,આર.સી કોડેકર સહિત દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફ પણ ઉપસ્થિત રહેશે. રાજકીય અને બિન રાજકીય સભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આજે પત્રકાર પરિષદને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે ‘ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.’
કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદા એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરાશે.
આ પણ વાંચો, Godhra: ઓઇલની દુકાનમાં ભીષણ આગ લાગી, આસપાસની 6 દુકાનો બળીને ખાખ
