Site icon Time News

Gandhinagar: ઓટોરિક્ષા ડ્રાઈવર્સ યુનિયને અસલામત સવારી અને અન્ય બાબતોને લઈ CMને આવેદન આપ્યું

જાગૃત ઓટો રીક્ષા ડ્રાઈવસૅ યુનિયન ના પ્રમુખ રાજવીર ઉપાધ્યાય દ્વારા મુખ્યમંત્રી સહિત લાગતા વળગતા વિભાગોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, ઓટોરીક્ષાને રોજગારીનું માધ્યમ જણાવી કાયદાઓનો ભંગ કરીને ક્ષમતા કરતાં વધારે ઓટોરીક્ષાના પરમિટો આપી ગુજરાતના ઓટોરિક્ષા ચાલકોને અર્ધબેરોજગાર બનાવેલ છે. જેથી તેઓ પોતાની ઓટોરીક્ષાનો વીમો, સીએનજી બોટલ રીટેસ્ટીંગ, મીટર કેલિબ્રેશન, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટના દસ્તાવેજો યોગ્ય રીતે ચાલુ કન્ડિશનમાં રાખી શકતા નથી.

ગુજરાત રાજ્યમાં કુલ ટ્રાન્સપોર્ટેશનના પરમિટવાળા વાહનોની સંખ્યા ૨૩,૩૮,૩૧૯ છે. વર્ષ 2006 થી ૨૦૨૫ સુધી. ટેક્સી કેબના પરમિટ ૮૧,૦૧૫ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. ૭,૨૩,૧૨૧ ઓટોરીક્ષા પરમીટો આપવામાં આવેલ છે. ઉપરોક્ત પરમીટોમાંથી છેલ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યમાં ૧૯૨૩૦ ટેક્સીકેબ ફિટનેસ ટેસ્ટ થયેલ છે. જ્યારે કે ૬૬,૮૯૧ ઓટોરીક્ષાની ફિટનેસ ટેસ્ટ થયેલ છે. જેથી કહી શકાય કે ગુજરાત રાજ્યમાં ૮૦% ટેક્સી કેબ અને ૮૬% ઓટોરિક્ષા ફિટનેસ ટેસ્ટ કરવામાં આવેલ નથી. જેના કારણે મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. સ્કૂલ ઓટોરીક્ષા કે કોઈપણ મુસાફર ઓટોરીક્ષામાં અકસ્માત થાય તો વળતર માટે કોણ જવાબદાર?

ઓટોરીક્ષા ચાલકો પોતાના દસ્તાવેજ કરાવવા પણ સક્ષમ નથી. બીજી તરફ સીએનજી બોટલ રીટેસ્ટીંગની ક્ષમતા ગુજરાત રાજ્યમાં નથી. આજ દિવસ સુધી ઓટોરીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવેલ નથી. જેના કારણે રીક્ષાચાલકો પોલીસની મનમાની અને કાયદાના શિકાર બને છે. પોલીસ જાણી જોઈને પોતાના સત્તાનો દુરુપયોગ ઓટોરીક્ષા ચાલકો ઉપર કરે છે. વર્તમાન પરિસ્થિતિને કારણે પોલીસ કાયદાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળી જાય છે. જેથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી મુસાફરોના હિતાથે કાર્યવાહી કરતી નથી. આમ કરી ગુજરાત પોલીસ ગુજરાત રાજ્ય સરકારના રોજગારી ઊભી કરવાની જગ્યાએ રોજગારી છીનવી લે છે. આમ ગુજરાત રાજ્ય સરકારનો ઉદ્દેશ પુરો થતો નથી.

ગુજરાત રાજ્યના આ બેવડી નીતિના કારણે ગુજરાત રાજ્યના ઓટોરીક્ષા ચાલકો દંડ અને ટેક્સ‌ આપવાનું માધ્યમ બની ગયેલ છે. આપણું ભારતીય બંધારણ સમાજવાદી હોય તેનું પણ લક્ષ્ય ગુજરાત સરકારની નીતિના કારણે સાર્થક થતું નથી. સરકારની આ નીતિના કારણે ઓટોરીક્ષાના વ્યવસાયમાં અસામાજિક તત્વો, મોજ શોખ માટે વાહનનો ઉપયોગ કરનાર અને બિનજરૂરી લોકો સામેલ થયા છે. જેના કારણે ઓટોરીક્ષા ચાલકો બદનામ થઈ ગયા છે.

આ રજૂઆતના અંતે અમારી માંગણીઓ છે કે,
(૦૧) ગુજરાત રાજ્યમાં નવા ઓટોરિક્ષાના નવા પરમીટો બંધ કરવામાં આવે.
(૦૨) એક વ્યક્તિને એક જ ઓટોરીક્ષાનું પરમિટ આપવામાં આવે.
(૦૩) ઓટોરીક્ષા ચાલકોને તેમની ઓટોરીક્ષાનો વીમો, સીએનજી બોટલ રીટેસ્ટીંગ, મીટર કેલિબ્રેશન, ફિટનેસ સટીફિકેટની કાયૅવાહી કરવા માટે ૧૫ હજાર સુધીની નાની લોનની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે.
(૦૪) મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ અંતર્ગત ઓટોરીક્ષા ચાલકો ઉપર કાયૅવાહી કરવાનું એક વર્ષ માટે બંધ કરવામાં આવે.
(૦૫) ગુજરાત રાજ્યના ઓટોરિક્ષાચાલકોને નો-પાર્કિંગ બાબત અને વિવિધ જાહેરનામાં અંતર્ગત કેસ અને દંડ ગુજરાત પોલીસ દ્વારા બંધ કરવામાં આવે.

આ પણ વાંચો, Gandhinagar: રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version