ગાંધીનગર-અમદાવાદ- સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર હળવું થયું
રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ થયેલી કાતિલ ઠંડીના કારણે લોકો ધ્રૂજી ઉઠ્યા હતા. હાડ થિજાવતી ઠંડીથી અમદાવાદનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, વધુ પવનને કારણે લગ્નના
કાચા મંડપો પણ ઉડ્યા હતા. જો કે આજે ઠંડીની તીવ્રતામાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી. જ્યાં ઠંડીનું જોર હળવું થયું હતું. શહેરમાં ૧૧.૫
ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું હતું. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હતો.
ગાંધીનગર ૧૦.૨, વડોદરા ૧૦.૮, સુરત ૧૩.૦, રાજકોટ ૧૧.૫, ભૂજ ૧૧.૭, વલસાડ ૯.૬, ડીસા ૮.૬ અને નલિયામાં ૭.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન હતું. આજે નલિયા રાજ્યનું કોલ્ડેસ્ટ
સિટી બન્યું હતું. આ દરમિયાન આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઓછું થતું જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.