મોબાઇલ એન્ડ ટેક

ચાર યુવાનોએ વિકસાવી વિશ્વની અનોખી મોબાઇલ એપ, Photo આપમેળે થશે શેર

 

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવું સોશ્યલ મીડિયાનું કોઇ માધ્યમ ભારતમાં જ કેમ ડેવલપ ના કરાય અને સમગ્ર દુનિયા તેનો ઉપયોગ કરે કે જેથી ભારતનું ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વિશ્વભરમાં વધુ ઉંચુ બને તેવા ઉમદા આશય સાથે અમદાવાદની એક સ્ટાર્ટ અપ કંપનીના ચાર યુવકોએ સ્કવોડ કેમ મોબાઇલ એપ વિકસાવી છે. જે માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વભરમાં સૌપ્રથમ મોબાઇલ એપ મનાઇ રહી છે કે જે તમારો ફોટો-તસવીર ખેંચવાની સાથે જ આપોઆપ તમારા ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર થઇ જશે. તમે લીધેલી તસવીરો કે ફોટાને અન્ય લોકોને ખાસ કરીને ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાની ફરજ નહી પડે. એલન અબ્રાહમ, ઝંકાર રાજપરા, કેયુર બાલાવત અને હિરેન કાનાણીના નામના આ યુવકોની આ અનોખી મોબાઇલ એપ આગામી દિવસોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે અને લોકપ્રિય બને તો નવાઇ નહી.

આ અનોખી મોબાઇલ એપ સ્કવોડ કેમ વિશે સમજાવતાં યંગસ્ટર્સ એલન અબ્રાહમ અને ઝંકાર રાજપરાએ જણાવ્યું હતું કે, આ મોબાઇલ એપ માટે અમે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ અને ફેસ રેકગ્નીઝેશનનો ખાસ ઉપયોગ કર્યો છે. સ્કવોડ કેમ નામની આ મોબાઇલ એપ યુઝર્સે ડાઉનલોડ કરવાની રહેશે. તમે તમારી સેલ્ફી કે કોઇ તસવીર ખેંચશો ત્યારે તે તમને પહેલા બરોબર છે કે નહી અને તમારી ઓળખ કન્ફર્મેશન માટે પૂછશે. યુઝર્સ સ્વીકૃતિ આપશે અને ત્યારબાદ ફોટો કે તસવીર ખેંચશે એટલે તરત જ આ તસવીરો અને ફોટાઓ તેના ગ્રુપમાં અથવા તો મિત્ર વર્તુળમાં આપોઆપ શેર થઇ જશે. તેને એક-એક કરીને લોકોને મોકલવાની જરૂર નહી પડે. હા..આ એપ જે તે મિત્ર કે ગ્રુપમાં પણ ડાઉનલોડ થયેલી હોવી જાઇએ. પ્લુટોમેન સ્પેસફોર્સ પ્રા.લિ.સ્ટાર્ટ અપના આ ચારેય યંગસ્ટર્સ એનલ અબ્રાહમ, ઝંકાર રાજપરા, કેયુર બાલાવત અને હિરેન કાનાણીએ સ્કવોડ કેમ મોબાઇલ એપની વિશેષતા સમજાવતાં જણાવ્યું કે, આ મોબાઇલ એપ તમને ચહેરાના હાવભાવ પણ શીખવે છે અને ખાસ કરીને તમારે કેવો ચહેરો રાખવો કે ના રાખવો તેના વિકલ્પ પણ આપે છે.

એક ફોટોમાં એકથી વધુ ચહેરા હશે તો પણ તે તમામને આ ફોટા અને તસવીરો આપોઆપ જ શેર થઇ જશે. જા વ્યકતિ ૪૦ ફુટ દૂર હશે તો પણ સ્કવોડ કેમ તેને આઇડેન્ટીફાય કરી શકશે. યુઝર્સે સૌપ્રથમ સ્કવોડ મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ એપમાં તેણે તેના મોબાઇલ નંબર સાથે લોગ ઇન થવાનું રહેશે. લોગ ઇન થયા બાદ તેના ચહેરાને ટ્રેઇન કરવાનો રહેશે. જેમાં ત્રણ અલગ અલગ પ્રકારે તે ફેસને તસવીરમાં કેદ કરી શકે છે. આ મોબાઇલ એપમાં ફોટો એડિટીંગ, ઓટો પ્રિવ્યુ પેજ, ટાઇમલાઇન સહિતના આકર્ષક ફિચર્સ પણ સામેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button