ગુજરાત

ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા

ગુજરાતના પૂર્વ સીએમ અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે જોડાઈ ગયા છે. તેમને પાર્ટીમાં શામિલ કરવા માટે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને પ્રફુલ પટેલ અમદાવાદમાં હાજર હતા. આપને જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભા પહેલા જ કોંગ્રેસ છોડી દીધું હતું. તેમને જનવિકલ્પ નામનો મોરચો બનાવીને 125 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ બધાની જમાનત જપ્ત થઇ ગઈ.

શંકરસિંહ વાઘેલાએ ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને બાદમાં કોઈપણ પક્ષમાં જોડાયા નહતા. ગુજરાતના દિગજ્જ નેતાઓમાં શંકરસિંહ વાઘેલાની ગણતરી થાય છે અને તેઓ જનતા પાર્ટી બનાવીને 125 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ લગભગ તમામ સભ્યોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘથી રાજકીય સફર શરૂ કરનાર વાઘેલા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને તેઓ કોંગ્રેસમાં મંત્રી પદે પણ રહ્યા હતા. પાર્ટીએ તેમને કેન્દ્રીય મંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી સોંપી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર ના કરાતા બાપૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો.

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. શંકરસિંહ 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચવાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. શંકરસિંહ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button