પૂર્વ નાણાં સચિવ શક્તિકાન્ત દાસ બન્યા RBIના નવા ગવર્નર
શક્તિકાન્ત દાસની નિમણૂંક આરબીઆઈના નવા ગવર્નર તરીકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ઉર્જિત પટેલ આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું. નિયુક્તિ પહેલા મંગળવારે સાંજે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી અરુણ જેટલીની વચ્ચે મુલાકાત થઇ, આ મુલાકાત બાદ શક્તિકાન્તદાસના નામ પર મોહર લાગી. હાલના સમયમાં દાસ નાણાં આયોગના સદસ્ય છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016એ ઘોષિત કરવામાં આવેલી નોટબંધી સમયે નાણાં સચિવ રહેલા દાસે નોટબંધીની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉર્જિત પટેલે રાજીનામું આપવા પાછળ અંગત કારણ જણાવ્યું છે જોકે, જાણકારોનું માનવું છે કે એક મહીના પહેલા કેન્દ્રીય બેંક બોર્ડની બેઠકમાં આરબીઆઇ ગવર્નર અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેળની વાત સામે આવી હતી.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બન્ને કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક મળીને એક એક્ષપર્ટ સમિતિનું ગઠન કરશે. આ એક્ષપર્ટ સમિતીને બન્ને કેન્દ્ર સરકાર અને આરબીઆઇની વચ્ચે ટકરાવની સ્થિતિને સમજવી અને તેનો ઉકેલ લાવવો દાયિત્વ હતું.
દાસે વર્ષ 2015થી 2017 દરમિયાન ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી તરીકે કામગીરી કરી હતી. હાલ તે દેશના ફાઈનાન્સ કમિશનના સભ્ય પણ છે. આ સિવાય તે ગ્રુપ ઓફ 20 સમિટના ભારતના પ્રતિનિધિ છે.