પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું 88 વર્ષની ઉંમરે નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ
સમતા પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું 88 વર્ષે નિધન થયું છે. તેઓને કેટલાંક દિવસથી સ્વાઈન ફ્લુ હતો. આ ઉપરાંત તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર પણ હતા. તેઓ અલ્ઝાઈમર્સથી પીડિત હતા. તેથી તેઓને કંઈ યાદ રહેતું ન હતું પરિણામે તેઓ સાર્વજનિક જીવનથી દૂર હતા. જ્યોર્જ ફર્નાન્ડિસે રાજધાની દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.
પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું ભારતીય રાજનીતિમાં ઐતિહાસિક યોગદાન રહ્યું છે, તે પછી રક્ષા ક્ષેત્રે ઉઠાવેલાં મોટાં નિર્ણયો હોય કે ઈમરજન્સી દરમિયાન ઉઠાવેલાં મુદ્દાઓ. જ્યોર્જ ફર્નાન્ડિસ હંમેશાથી આગળ રહીને જ નેતૃત્વ કર્યું છે. પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ 1974માં ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુખ હતા ત્યારે તેઓઓ ઐતિહાસિક રેલવે સ્ટ્રાઈક કરી હતી જેને સરકારની ઘણી જ મુશ્કેલી વધારી હતી.