કાયમ માટે તમારા હોઠ ગુલાબી, અસરકારક છે આ ઉપાય
બદલાતા વાતાવરણમાં હંમેશાં હોઠની ત્વચા સૂકી થવા લાગે છે. ઘણી વખત ખરાબ ક્રીમ કે મેકઅપને કારણે તે ફાટીને તેમાંથી લોહી નીકળવા લાગે છે. અહીં આપવામાં આવેલી રીતને અપનાવીને તમે તમારા હોઠને ફાટતા અટકાવી શકો છો અને કુદરતી ગુલાબીપણું મેળવી શકો છો.
મોઇશ્ચરાઇઝ કરો
સતત મોઇશ્ચરાઇઝ કરવાથી હોઠનો રંગ નિખરવા લાગશે. તમારો મનગમતો હાઇડ્રેટિંગ લિપ બામ જરૂર પડે ત્યારે લગાવો. રાત્રે સૂતી વખતે પેટ્રોલિયમ જેલી લગાવીને સૂવો. જો તમે કુદરતી વસ્તુઓને પસંદ કરો છો તો કોકો બટર, નારિયેળ તેલ પણ લગાવી શકો છો. આ ત્વચાને પોષણ આપશે.
ટૂથબ્રશથી એક્સફોલિએટ કરો
કુદરતી પિંક લિપ્સ મેળવવા માટે રોજ ટૂથબ્રશની મદદથી હોઠની ત્વચાને એક્સફોલિએટ કરો. સૂકી ત્વચા નીકળવાથી લોહીનો પ્રવાહ વધશે. જેનાથી હોઠ નરમ લાગશે.
રાત્રે મેકઅપ કાઢો
હોઠ પર આખી રાત મેકઅપ લગાવી ન રાખો. સારા મેકઅપ રિમૂવરથી લિપસ્ટિક કાઢો. જો મેકઅપ રિમૂવર ન હોય તો કોકોનેટ કે ઓલિવ ઓઇલ ઉત્તમ મેકઅપ રિમૂવર સાબિત થાય છે.
સિપ સ્ક્રબ તૈયાર કરો
હોઠને એક્સફોલિએટ કરવાની એક અન્ય રીત હોમમેડ સ્ક્રબ પણ છે. બે ચમચી બ્રાઉન સુગરમાં એક ચમચી મધ અને નારિયેળનું તેલ મિક્સ કરો. ત્યારબાદ તેને હોઠ પર લગાવો અને 30 સેકન્ડ સુધી મસાજ કરો, ત્યારબાદ નવશેકા પાણીથી ધોઇ લો.