આ કારણથી ઘરની બહાર ઉતારવા જોઇએ બૂટ-ચંપલ
પહેલાના સમયથી ચાલી આવતી ઘરમાં બૂટ-ચંપલ ન લઇ જવાની જે આજે પણ લોકો અપનાવે છે. જ્યારે એવા પણ લોકો છે જે આ જૂની વાતને માનતા નથી. તેનું કારણ એ છે કે તે લોકો બૂટ-ચંપલ બહાર ઉતારવાનું કારણ હાલ પણ ખબર નથી. તો ચાલો આજે જણાવીએ કે આખરે ઘરની બહાર બૂટ-ચંપલ ઉતારવાનો શુ ફાયદો છે. જે વાસ્તુ શાસ્ત્ર મુજબ યોગ્ય જણાવવામાં આવે છે.
વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે જૂતાને બહાર ઉતારવાની પરંપરાને જો ધર્મથી જોડવામાં આવે તો યોગ્ય છે કારણકે તે અનુસાર ઘરને મંદિર અને દેવાલયનું મહત્વ આપવામાં આવ્યું છે અને આ વાત દરેક લોકો જાણે છે કે મંદિરમાં હંમેશા બૂટ બહાર નીકાળીને પ્રવેશ કરવામાં આવે છે. જેથી કહેવામાં આવે છે હંમેશા ઘરની બહાર બૂટ-ચંપલ ઉતારવા જોઇએ. એવું માનવામાં આવે છે કે અંદર બૂટ-ચંપલ લઇ જવાથી ઘરનું વાતાવરણ અશુદ્ધ થાય છે.
તે સિવાય તેની પાછળ એક વેજ્ઞાનિક કારણ એવું છે કે બહારની ગંદકી બૂટની સાથે ઘરમાં પ્રવેશ કરી શકે નહીં. જેથી બૂટ ઘરની બહાર જ નીકાળવા જોઇએ, કહેવામાં આવે છે કે જો ગંદકી ઘરમાં આવશે તો પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.
જો તમારી અંદર પણ જૂતા બહાર ઉતારવાની આદત છે તો તે તમારા ભવિષ્ય માટે પણ સારુ હોય શકે છે. જોકે જૂતા ઉતારી દેવાથી બહારની નેગેટિવ એનર્જી ઘરની અંદર આવી શકતી નથી અને ઘરમાં ખુશી રહે છે.