વાઇબ્રન્ટ સમિટ માટે PM બે દિવસ ગુજરાતની મુલાકાતે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિ.માં કરશે ખરીદી
વાઈબ્રન્ટ સમિટના ઉદ્દઘાટન માટે આગામી સપ્તાહે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મી જાન્યુઆરીએ ફરીથી ગૃહરાજ્યની મુલાકાતે આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન- ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડી ખાતે મીઠા સત્યાગ્રહ અને સ્વાંતત્ર્ય સેનાનીઓની યાદમાં તૈયાર થયેલા સ્મારકનું લોકાપર્ણ કરશે.
વડાપ્રધાન કાર્યલાય તરફથી ૧૭ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ- ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટના ઉદ્દધાટન, સાયન્સ સિટીમાં ટેકનોલોજીને સ્પર્શતા પ્રદર્શન અને વી.એસ. હોસ્પિટલના લોકાર્પણ જેવા કાર્યક્રમોને આખરી ઓપ આપાઈ રહ્યો છે. જેમાં અમદાવાદ મેટ્રો રેલના ટ્રાયલ રનનો સમાવેશ થયો નથી. ૧૮મીએ સમિટના ઉદ્દાઘાટન બાદ મહાત્મા મંદિરમાં ઉદ્યોગપતિઓ સાથે ગાલા ડિનર પછીના બીજા દિવસે ૧૯મીએ વડાપ્રધાન મોદી સંઘ પ્રદેશ સેલવાસ જશે. જ્યા તેમના હસ્તે મેડિકલ કોલેજનું લોકાપર્ણ થશે. વિતેલા બે વર્ષમાં દિવ દમણ અને દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં તેમની આ ચોથી મુલાકાત છે.
https://www.youtube.com/watch?v=2nsAFVMOF6s
17થી 18 જાન્યુઆરી સુધીનો પીએમનો કાર્યક્રમ
– 17 જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યે વાઇબ્રન્ટ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
– સાંજે ચાર વાગ્યે વી.એસ. હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જશે, જ્યાં કેટલાક લોકો સાથે બેઠક કરશે.
– સાંજે છ વાગ્યે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જઈ ખરીદી કરશે.
– 18મીએ સવારે 10 વાગ્યે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.
– મહાત્મા મંદિર ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય મૂડી રોકાણકારોની ગોળમેજી પરિષદમાં હાજરી આપી મૂડી રોકાણકારો અને વિદેશી મહેમાનો સાથે વન ટુ વન મીટિંગ કરશે.
– પીએમ ચોક્કસ મહેમાનો સાથે ગાલા ડિનર મહાત્મા મંદિરના ટેરેસ પર કરશે.