લાઇફ સ્ટાઇલ
વેજીટેબલ ખીચડીનો સ્વાદ વધી જશે, આ રીતે બનાવો
સામગ્રી
250 ગ્રામ ચોખા
125 ગ્રામ તુવેર દાળ
અડધો કપ વટાણા
ફ્લાવરના ટુકડા
1/2 બાઉલ ટામેટા
ચપટી હીંગ
1 ચમચી લાલ મરચાંનો પાવડર
1/2 ચમચી હળદર
સ્વાદાનુસાર મીઠુ
4-5 નંગ લીમડો
જરૂરિયાત મુજબ ઘી
બનાવવાની રીત
ચોખા-દાળને ધોઈને અડધો કલાક પલાળી દો. કુકરમાં તુવેરદાળને એક સીટીમાં બાફી લો. પછી ચોખા, બધા શાકભાજી ભેળવીને એક સીટી વાગે ત્યાં સુધી બાફી લો. હવે બધા મસાલા તેમાં ભેળવી દો. આમલીનો ગૂદો નાખીને દસ મિનિટ સુધી બાફો. એક પેનામં એક મોટી ચમચી ઘી ગરમ કરો. હીંગ, જીરૂ અને કઢી લીમડાંનો વઘાર લગાવી તેને ખિચડીમાં નાખી દો. પાપડ અને જીરાવન કે અથાણાં સાથે ખિચડી પરોસો. તમે આ ખીચડીમાં તમારા મનગમતા અન્ય શાક પણ ઉમેરી શકો છો.