ફૂડ
ઉતરાયણમાં ઘરે જ બનાવો તલની ચિક્કી
સામગ્રી
500 ગ્રામ – તલ
500 ગ્રામ – ગોળ
150 ગ્રામ – ઘી
બનાવવાની રીત
તલની ચીકી બનાવવા માટે સૌ પ્રથમ તલને બરાબર સાફ કરી લો. હવે ગેસ પર એક કડાઇમાં તલને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો. તે બાદ એક પેનમાં કતરેલો ગોળ લો અને તેમા ઘી ઉમેરી ગરમ કરો. મધ્યમ તાપે 3-4 મિનીટ રહેલા જો.. આ દરમિયાન તેને સતત હલાવતા રહો જેથી ગોળ ચોંટી ન જાય. ગોળ પીગળી જાય એટલે ગેસની આંચ ધીમી કરી ગોળના મિશ્રણમાં શેકેલા તલ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે એક થાળી લો અને તેમા ઘી લગાવી તૈયાર મિશ્રણ ફેલાવી દો. હવે તેણે વેલણથી પાતળી વણી લો. ત્યાર બાદ તમે આ ચીકીને ચોરસ કાપી લો. તૈયાર છે તમારી તલની ચીકી..