મસાલેદાર ઉંધીયું આ રીતે ઘરે બનાવો
સામગ્રી
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
500 ગ્રામ પાપડી
250 ગ્રામ રતાળુ
250 ગ્રામ શક્કરીયા
200 ગ્રામ તુવેર
250 ગ્રામ બટાકા
100 ગ્રામ લીલા ધાણા
50 ગ્રામ લીલુ લસણ
બે ચમચી ધાણાજીરૂ
200 ગ્રામ નાના રીંગણ
સ્વાદ મુજબ મીઠુ
એક વાટકો મેથીના મુઠીયા
50 ગ્રામ વાટેલા તલ
500 ગ્રામ લીલા વટાણા
100 ગ્રામ લીલા કોપરાનું ખમણ
બે ચમચી ખાંડ
એક ચમચી અજમો
બનાવવાની રીત
એક તપેલામાં 6 ટેબલ સ્પુન તેલ ગરમ કરો. તેમાં અજમાનો વઘાર કરો. આ વઘારમાં સાફ કરેલી પાપડી નાંખડી. થોડો સોડા અને થોડુ મીઠું નાખી તેને ખદબદવા દેવું. ત્યારબાદ તેમાં કાપા પાડેલા શક્કરીયા, બટાકા, રીંગણ, રતાળુ અને લીલા મરચા, જીરૂ, વાટેલુ આદુ, કોથમીર, લીલુ લસણ, ધાણા પાઉડર, મીઠુ, વાટેલા તલ, નાળીયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો મિક્સ કરીને ઉમેરો. હવે તપેલા પર એક થાળી ઢાંકો. આ થાળીમાં પાણી ભરી રાખો. જેથી તે પાણીની વરાળ તપેલાની અંદરની સાઈડ ઉતરે અને શાક સારી રીતે ચઢે. થોડી થોડી વારે તપેલા શાકને હલાવવું. શાક ચઢી જાય એટલે ગેસ બંધ કરી દેવો. પછી આ તૈયાર થયેલા શાકમાં મુઠીયા ઉમેરી દેવા અને તપેલાને ફરી ઢાંકી દેવું. 15 મિનીટ શાકને તપેલામાં ઢાંકેલુ રાખવું. બાદમાં આ શાક પર કોપરું, કોથમીર, લીલુ લસણ ભભરાવીને પીરસવા.