ફટાફટ ઘરે જ બનાવો સ્પ્રિંગ રોલ, દરેક લોકો કરી જશે ચાઉં
સામગ્રી –
મેંદો – 2 કપ,
બેકિંગ પાઉડર- ½ ચમચી
બારીક સમારેલી કોબીઝ ,
1 કપ – પનીર
1/2 કપ – સમારેલી ડુંગળી,
1 નંગ – સિમલા મિર્ચ,
1- સમારેલું લીલું મરચું,
સોયા સોસ 1 ચમચી,
સ્વાદાનુસાર – મીઠું
તળવા માટે તેલ
બનાવવાની રીત
સૌથી પ્રથમ કોઈ વાસણમાં મેંદો અને બેકિંગ પાવડર ને લઈને પાણીની સહાયથી તેના સારી રીતે મિશ્ર કરવું,
લોટનું બનાવેલ બેતર વધારે જાડું કે પાતળું ન હોવું જોઈએ. જો તમે એક કપ મેંદો લીધો હોય તો એકાદ થી બે કપ પાણી ક મિશ્ર કરો. અને લગભગ એક કલાક સુધી તેને રેસ્ટ આપો.
હવે કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળીને નાખી ગોલ્ડન બ્રાઉન કરો. પછી તેમાં લીલા મરચાં, કોબિઝ, સિમલા મરચાં, પનીર નાખો અને 1-2 મિનિટ સુધી સાંતળો.
પછી તેમાં મરચું, મીઠું, સોયા સોસ મિશ્ર કરી હલાવો. સ્ટફિંગ કમ્પલીટ છે ગેસ બંધ કરી દો,
હવે નોનસ્ટીક પૅન ગરમ કરો અને તેના પર થોડુંક તેલ નાખો. ગેસની ફ્લેમ ધીમી રાખો. એમાં મેંદાનું બનાવેલ બેટર ને ચમચાથી રેડો અને ગોળ પુડલા જેવુ બનાવો. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ફેરવતા નહી. આમ બંને બાજુ ચડી જાય એટ્લે એમાં ચમચાની મદદથી તૈયાર કરેલું પૂરણ ભરો અને રોલ વાળો.
હવે રોલ વાળીને ખૂણા પેક કરો આમ બધા જ રોલ તૈયાર કરવા.
જ્યારે બધા રોલ તૈયાર થાય છે, ત્યારે એક કઢાઈમાં થોડું તેલ મૂકી રોલને ડીપ ફ્રાય કરો.
તૈયાર છે તમારી ટેસ્ટી સ્પ્રિંગ રોલ. કટિંગ કરી ટમેટો સોસ અથવા ચિલી સોસ સાથે સર્વ કરો .