નાસ્તા માટે ઘરે જ બનાવો ટેસ્ટી ફુલવડી
સામગ્રી
250 ગ્રામ – કરકરો ચણાનો લોટ
100 ગ્રામ – ખાટું દહીં
1/2 ચમચી – સો઼ડા
10 – કારામળી
1 ચમચી – ધાણાં
2 ચમચી – લાલ મરચું પાઉડર
1 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – તલ
50 ગ્રામ – ખાંડ
50 ગ્રામ – સોજી
1/2 ચમચી – લીંબુના ફુલ
1/2 ચમચી – હળદર
4 ચમચી -મોણ માટે તેલ
તરવા માટે તેલ
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ કાળામરી અને ધાણાને કરકરા પીસી લો. એક બાઉલમાં દહી તેલ અને સોડા બરાબર મિક્સ કરીને ફેટી લો. હવે તેમા ચણાનો લોટ, કારામળી અને ધાણાનો પીસેલો પાઉડર ઉમેરો. તે બાદ તેમા લાલ મરચુ પાઉડર, મીઠુ, હળદર, ગરમ મસાલો, તલ, ખાંડ, સોજી અને લીંબુનો રસ ઉમેરી થોડુક પાણી ઉમેરી લોટ તૈયાર કરી લો.આ લોટને 1 કલાક સુધી મુકી રાખવો. ત્યારબાદ ગરમ તેલમાં ફુલવડી નો ઝારો સીધો જ કઢાઇ પર ઝારો ગોઠવી હાથમાં લોટ લઇ લોટ ઝારા પર ઘસીને તેલમાં ફુલવડી પાડવી. ફુલવડી તળી લો. ફુલવડી બ્રાઉન રંગની થાય એટલે તેને બહાર કાઢી લો. ફુલવડીને તમે ચાની સાથે નાસ્તામાં સર્વ કરી શકો છો.