સાદો નહિં હવે ઘરે જ બનાવો ટેસ્ટી કોર્ન પુલાવ
સામગ્રી
1/2 કપ બાસમતી ચોખા
1 બાઉલ મકાઈનાં દાણા
2 તજ
2 લવિંગ
1/21 બાઉલ સમારેલી ડુંગળી
1 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ
1 ચમચી કોથમીર
1/2 ચમચી ધાણાજીરૂ
1/2 ચમચી ગરમ મસાલો
1 ચમચી ઘી
1/2 ચમચી તેલ
સ્વાદાનુસાર મીઠું
જરૂરિયાત મુજબ પાણી
રીત –
– સૌ પ્રથમ ચોખાને ધોઈને 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો.
– એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો, તેમા તેલ અને બટર કે ઘી બનેને ગરમ કરવા મૂકો, એમાં ગરમ થાય એટલે તરત જ તજ અને લવિંગને સાંતળી તરત ડુંગળી સાંતળો ને એ પછી લસણ,
આદું, મરચાનીપેસ્ટ એ એડ કરી 30 સેકન્ડ સુધી સાંતળો.
– હવે તેમાં અમેરિકન મકાઇ ને નાખીને સાંતળો 1 મિનિટ સુધી પછી એમાં ગરમ મસાલો અને ઘણાજીરું પાઉડર નાખીને હલાવો.
– ત્યાર પછી પલાળેલા ચોખાને પાણી કાઢીને એડ કરો અને ચમચાથી હલાવી નાખો.
– હવે તેમા મીઠુ અને પાણી નાખો ને ધીમા તાપે હલાવી ચડવા દો. કઢાઈમાં એક ડિશ ઢાંકી 10 મિનિટ સુધી એને ધીમા તાપે ચડવા દો.
– 10 મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ લો કે ચોખા ચડી ગયા છે ને. પછી ગરમા ગરમ કોર્ન પુલાવ કોથમીર વડે ગાર્નિશ કરી એક પ્લેટમાં લઈને સર્વ કરો.