નાસ્તા માટે મિનિટોમાં બનાવો ગરમા ગરમ રવા કટલેસ
સામગ્રી
1 કપ રવો
1 1/2 ચમચી સમારેલી ડુગળી
1 ચમચી સિમલા મિર્ચ સમારેલા
1 ચમચી ગાજર સમારેલ
1 ચમચી વટાણા
1 નાની ચમચી આદું મરચાની પેસ્ટ,
1 ચમચી સમારેલી કોથમીર
1 ચમચી ચોખાનો લોટ
1 ચમચી મકાઇ લોટ
1/2 ચમચી જીરૂ
1 બાઉલ દૂધ
1 ચમચી લાલ મરચું
દૂધ 1 નાની વાટકી
તળવા માટે તેલ
બનાવવાની રીત
સૌ પહેલા એક કડાઈને ગેસ પર મૂકો અને એમાં તેલ ગરમ થાય કે તરત જ જીરું નાખો ને પછી જીરું તતડી જાય એટલે તેમાં હિંગ નાખીને લીમડાના પાન અને આદું મરચાની પેસ્ટ નાખી હલાવી હવે તેમાં સિમલા મરચાં નાખો 2 મિનિટ માટે ધીમી આંચે સાંતળો. હવે પછી એમાં સમારેલી ડુંગળી નાખો ને 4 કે 5 મિનિટ સુધી ધીમા તાપે આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળો. હવે તેમાં વટાણા, સમારેલા ગાજર, નાખી હલાવો. ને બધુ જ મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. તે પછી લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું , ચાટ મસાલો એડ કરો ને પછી તેને બરાબર હલાવો તૈયાર છે રવા કટલેટ નો મસાલો. ત્યાર પછી તેમાં 2 વાટકી પાણી નાખો ને ડિશ ઢાંકીને ઉકળવા માટે મૂકી દો. એ પછી રવા ને એડ કરો. જૂઓ રવાને એડ કરતી વખતે ગાંઠ ન પડે તેનું ધ્યાન રાખવાનું છે.સતત હલાવતા જ રહેવું પડશે જેમ રવો મિક્ષ કરશો તે પછી તેમાં સમારેલી કોથમીર એડ કરો ને હલાવી નકહો ને ગેસ બંધ કરી દો. તે ઠંડુ પડે એટલે તેલ વાળો હાથ કરો ને તેના નાના નાના કટલેટ આકારનો શેપ આપો. અને એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ને આછા ગુલાબી થાય ત્યાં સુધી તેને તળી લો. તૈયાર છે ટેસ્ટી રવા કટલેસ.