તમારી સ્કિન ધાબા પર રહેવાથી પડી ગઇ છે કાળી તો ફોલો કરો આ ઉપાય
રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને લોકો ધાબા પર જઇને પતંગ ચઢાવતા હોય છે. પરંતુ આખો દિવસ તડકામાં રહેવાના કારણે તમારી ત્વચા પર ખરાબ અસર થાય છે. જેને લઇને તમારી ત્વચા શ્યામ પડી જાય છે. તો આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઇને આવ્યા છીએ જેને ફોલો કરવાથી તમારી ત્વચા ગોરી થઇ જશે. તો આવો જોઇએ કયા છે તે ઘરગથ્થુ ઉપચાર..
3 ગ્રામ ચારોળીને દૂધની સાથે પીસીને એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો.. આને 50 ગ્રામ દૂધમાં ભેળવીને ચહેરા, ગળા ને હાથ પર લગાવી લો. 15 મિનિટ પછી ઠંડા પાણી વડે ધોઈ લો. આને દરરોજ ચહેરા પર લગાવવાથી શ્યામ ત્વચાનો રંગ નિખરી ઉઠશે.
મુલતાની માટીનો પાવડર, 6 ગ્રામ કાચુ દૂધ, 6 ગ્રામ ગુલાબજળ, 6 ગ્રામ નારિયેળનું પાણી- આ બધી જ વસ્તુને ભેળવીને ચહેરા અને ગરદન પર લગાવી લો. 15 મિનિટ પછી ઠંડા પાણી વડે સાફ કરી લો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વખત લગાવો.
સવારે સુર્યોદય વખતે કોઈ ગાર્ડનમાં જઈને નાના-નાના છોડ પર પડેલ ઝાકળના ટીંપા વડે સાફ રૂમાલને પલાળી દો. ઝાકળથી પલળેલા આ રૂમાલને ધીરે ધીરે ચહેરા પર ઘસો. ચહેરો ગોરો થઈને ગુલાબની જેમ નિખરી ઉઠશે. શિયાળામાં ઘરે જઈને ગરમ રૂમની અંદર બેસીને આ ઝાકળની બુંદો વડે ધીરે ધીરે ચહેરા પર માલિશ કરો.