Instagram Dataને ડાઉનલોડ કરવા ફોલો કરો આ ટ્રિક
ઇન્સ્ટાગ્રામ યુવાઓની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. આ એક ફોટો અને વિડિયો શેરીંગ પ્લેટફોર્મ છે. જેનો ઉપયોગ લોકોને એકબીજાની યાદો માટે કરે છે. તમારા વીડિયો અને પિક્ચર શેર કરીને તમે આ પ્લેટફોર્મ દ્વારા દુનિયાના લાખો લોકોથી જોડાઇ શકો છો. ઇન્સ્ટાગ્રામ આવ્યા પછી ફેસબુકના યુઝર્સમાં ઘટાડો થયો છે. ઇન્સ્ટાગ્રામમાં કોઇને કોઇ નવા ફીચર્સ આવતા રહે છે. પરંતુ એપ દ્વારા તમારા ડેટાને ડાઉનલોડ કરવાનું ફીચર હાલ નથી, આ ફીચર વેબ વર્ઝન પર ઉપલબ્ધ છે. પરંતુ એપ પર ઉપલબ્ધ નથી. ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ચેટિંગો વિકલ્પ પણ રહેલો છે. જેમા તમે કોઇપણ યુઝર્સથી સીધી ચેટમાં વાત કરી શકો છો.
જો આપણે ઇન્સ્ટાગ્રામ પર ડેટા ડાઉનલોડની વાત કરીએ છીએ તો આ સાંભળવામાં મુશ્કેલ લાગે છે. પરંતુ એવું નથી. તો ચાલો જોઇએ કેવી રીતે ઇન્સ્ટાગ્રામના ડેટા ડાઉનલોડ કરી શકાય.
– તમારા વેબ બ્રાઉઝર પર ઇન્સ્ટાગ્રા ડોટ કોમ ખોલો અને તમારા એકાઉન્ટ પર લોગિન કરો.
– પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
– તમારા એડિટ પ્રોફાઇલ પાસે બનેલા ગિયર આઇકોન પર ક્લિક કરો અને પ્રાઇવેસી અને સિક્યોરિટી વિકલ્પ પસંદ કરો.
– ડેટા ડાઉનલોડ પર સ્ક્રોલ કરો.
– ત્યાર પછી રિક્વેસ્ટ ડાઉનલોડ પર ક્લિક કરો.
– તમારું ઇ-મેઇલ એડ્રેસ સ્ક્રીન પર તેની જાતે નથી ખુલતું તો તેને ટાઇપ કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
– તમારો પાસવર્ડ નાખો અને રિક્વેસ્ટ ડાઉનલોડ પર ક્લિક કરો.
આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી ઇન્સ્ટાગ્રામ તમારા ફોનમાં એક અલગ ફોલ્ડર બનાવી દેશે જ્યાં તમે તમારી દરેક ફોટો અને વિડિયો સેવ કરી શકશો. આ દરેક પ્રક્રિયામાં 24 કલાક જેટલો સમય લાગશે. તેને વધારે સહેલું બનાવવા માટે તમે ઇન્સ્ટાગ્રામ તમને એક લિંક પણ ઇમેઇલ કરશે.
જો તમે તમારી એપ પર વધારે ડેટા શેર નથી કર્યો તો આ પ્રક્રિયામાં થોડોક ઓછો સમય લાગશે. જો તમે વધારે ડેટા શેર કર્યો છે તો તમે 48 કલાકનો સમય લાગશે.