તનાવને દૂર કરવા ફોલો કરો આ સહેલા ઉપાય
મેડિકલ સાયન્સે સ્ટ્રેસને દૂર રાખવા માટે અનેક પદ્ધતિઓ દર્શાવી છે. મોટાભાગે આપણે જે બાબતોનું સ્ટ્રેસ અનુભવીએ છીએ એ બધી જ બાબતો કંઈ બદલી શકવાના નથી. પરંતુ તે માટે તમે ટ્રાય જરૂરથી કરી શકો છો.
અડધો કલાક પણ ફિઝિકલ એક્ટિવિટી કરવાથી પસીના વાટે સ્ટ્રેસ વહી જાય છે અને તમે વધુ પોઝિટિવ અને એનર્જેટિક ફીલ કરો છો. ધીમે-ધીમે જાતે જ આ ચેન્જિસ તમે ઓબ્ઝર્વ કરવાનું પણ શરૂ કરો જે તમને આ એક્ટિવિટીને કન્ટિન્યુ રાખવા માટે અંદરથી મોટિવેટ કરશે. મ્યુઝિક શરૂ કરીને ડાન્સ કરો, સાઇકલ પર ફરવા નીકળો, બાળકો સાથે રમો એવું કંઈ પણ કરો, પરંતુ બેસી ન રહો.’
જરૂર હોય ત્યાં ના કહેતાં શીખો, જે બાબતો તમને નડતી હોય એની સ્પષ્ટતા કરીને વાત કરો, તમને સ્ટ્રેસ આપતા હોય એવા લોકોથી અંતર કરી નાખો અથવા એ સંબંધ કાપી નાખો. જે પરિસ્થિતિ તમારા કન્ટ્રોલમાં છે એને કન્ટ્રોલ કરીને તમે સ્ટ્રેસ સામે જીતી શકો છો.
તમારા વિચારોથી જ સ્ટ્રેસનું ઘડતર થાય છે. જે પરિસ્થિતિ તમારા કન્ટ્રોલમાં છે એને બદલો, પણ જે તમારા હાથ બહારની વસ્તુ છે એમાં દૂરંદેશીથી વિચારો. પ્રત્યેક સિક્કાની બે બાજુ હોય છે તો તમે એની હકારાત્મક બાબત જોવાનો પ્રયત્ન કરો. દરેક નકારાત્મક બાબત, વ્યક્તિ કે સંજોગોમાંથી કંઈક પોઝિટિવ કાઢો. એમાં તમારી મનગમતી એક્ટિવિટી કઈ રીતે કરી શકાય એના રસ્તા વિચારો.
તમને ગમતું બધું જ કરો, પછી ભલે લોકોને એમાં ગાંડપણ લાગે. મ્યુઝિક, ડાન્સ, મિમિક્રી, પેઇન્ટિંગ જેવું તમારી હોબીમાં આવતું કંઈ પણ કરો. સાથે જ હેલ્ધી ડાયટ પણ સ્ટ્રેસનો પીછો છોડાવવામાં બહુ મદદરૂપ થાય છે. ભાવતું ખાઓ, પણ એમાં શરીરને બધાં જ જરૂરી પોષક તત્વો મળી રહેતાં હોય એનું પણ ધ્યાન રાખો.