સફેદ વાળની સમસ્યાથી ત્રાસી ગયા છો તો અસરકારક છે આ ઉપચાર
વધતા પ્રદુષણના કારણે લોકોમાં સફેદ વાળની સમસ્યા વધતી જઇ રહી છે. મોટાથી લઇને બાળકો સુધી આ સમસ્યાને લઇને ઘણા લોકો પરેશાન રહે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે હેર કલર જેવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરો છો. જે તમારા વાળને ઘણા નુક્સાન પહોંચાડે છે.આજે અમે તમને સફેદ વાળને કાળા કરવા માટે ઘણા એવા ઘરેલું ઉપાય જણાવવા જઇ રહ્યા છે. જેથી તમે કોઇપણ નુક્સાન વગર આ મુશ્કેલીથી છૂટકારો મળી શકે છે.
1 અઠવાડિયામાં બે વાર શુદ્ધ દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને બ્લેક થશે.
2 ડુંગળીના રસને વાળને કાળા કરવા માટે રામબાણ ઇલાજ છે. જેથી તમને સફેદ વાળની સમસ્યાથી તમને છૂટકારો મળી શકે છે. માટે ડુંગળીના રસને વાળમાં લગાવવાથી સફેદ વાળને કાળા કરી શકો છો.
3 જામફળના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રોજ વાળમાં માલિશ કરવાથી ઘણો ફાયદો થશે અને સફેદ વાળની સમસ્યાથી રાહત મળશે
4 આંબળાના નાના ટૂકડા કરીને તેને સૂકવી દો. હવે તેને નારિયેળ તેલમાં ઉકાળો. તે બાદ આ તેલથી માલિશ કરવાથી થોડાક દિવસમાંજ સફેદલ વાળ કાળા થઇ થશે અને સાથે જ વાળમાં ચમક આવશે.