ફિલ્મ ડિરેક્ટર રાકેશ રોશનને ગળાનું કેન્સર, પુત્ર હ્રિતિકે સોશિયલ મીડીયા પર આપી જાણકારી
બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર રાકેશ રોશનને ગળાનું કેન્સર હોવાની માહિતી આજે સવારે અભિનેતા હ્રિતિક રોશને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. હ્રિતિક રોશને ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે પાપા રાકેશ રોશનને થોડા સમય સપ્તાહ પહેલાં જ ગળાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. આ કેન્સરમાં ગળામાં અબનોર્મલ સેલ્સનો ગ્રોથ વધી જાય છે.
હ્રિતિક રોશને પાપા રાકેશ રોશન સાથે જિમમાં વર્ક આઉટ દરમિયાનની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે, મેં આજે પાપાને સવારે વર્કઆઉટ કરવા વિશે પૂછ્યું. મને ખબર હતી કે સર્જરી દરમિયાન પણ તેઓ એક્સરસાઈઝ કરવાનું નહીં છોડે. થોડા સપ્તાહ પહેલાં જ તેમના ગળામાં Squamous Cell Carcinoma વિશેની જાણ થઈ છે. હવે તેઓ આ યુદ્ધ લડશે અને અમે તેમની સાથે છીએ. અમે સૌભાગ્યશાળી છીએ કે અમારા પરિવારને તમારા જેવા લીડર મળ્યા છે.
આ ગળાના કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ અસામાન્ય કોશિકાઓને અનિયંત્રિત રૂપથી વધવાને કારણે થાય છે. સામાન્ય રીતે આ 65થી વધુની ઉંમરના લોકોમાં ધુમ્રપાન, શરાબ પીવાથી અને હ્યુમન પેપિલોમાં વાયરસના કારણે થઈ શકે છે. આનાથી દર્દીને શરૂઆતના તબક્કામાં ગળામાં તેજ દર્દ અને ગળફાની ફરિયાદ રહે છે.