National

દિલ્હી બાદ ગુજરાતમાં પણ ભૂકંપ: પરોઢિયે 4.36 વાગ્યે આ જિલ્લામાં આવ્યો આંચકો, 4.6 નોંધાઈ તીવ્રતા

ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે, ત્યારે આજે ફરી બનાસકાંઠાની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.

આજે વહેલી સવારે 4:36 કલાકે બનાસકાંઠાની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, ગઇકાલે (શનિવાર) રાત્રે 9.34 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5ની નોંધાઈ હતી. તો ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button