ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીને ધમકી આપનાર 24 વર્ષીય યુવતી ફાતિમા ઝડપાઇ
મુંબઇ પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં એક યુવતીની અટકાયત કરી છે.ફાતિમા ખાન નામની 24 વર્ષની યુવતીએ યોગી આદિત્યનાથને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. 24 વર્ષીય યુવતીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપતા કહ્યું હતું કે 10 દિવસમાં રાજીનામું આપી દો નહીં તો બાબા સિદ્દીકી જેવી સ્થિતિ કરીશું.
મુંબઇ પોલીસે ફાતિમા ખાનની અટકાયત કરી છે. ફાતિમા થાણે પાસે ઉલ્લાસનગરની છે. ફાતિમા ITમાં બીએસસી કરી રહી છે. ફાતિમાના પિતાનો લાકડાનો વેપાર છે. પોલીસ અનુસાર ફાતિમા ભણેલી ગણેલી છે. જોકે, ફાતિમાએ યોગીને ધમકી કેમ આપી તેની જાણકારી મળી નથી.
મહત્ત્વપૂર્ણ છે કે NCP અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે સ્વીકારી હતી. આ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી મળતા પોલીસ એક્ટિવ થઇ ગઇ હતી અને આરોપી ફાતિમાની અટકાયત કરી હતી.