ખાનગી સંસ્થાઓમાં કાર્યરત ગ્રંથપાલો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરાયા
શહેરની સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા ઉમેદવારોએ ખાલી પડેલી જગ્યાઓ માં ભરતી કરવા માટેની માંગ કરી હતી. ત્યારે ડૉ.મહેશ સોલંકીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી સાહેબનો મહત્વાકાંક્ષી અભિયાન વાંચે ગુજરાત સાચા અર્થમાં ત્યારે જ સફળ થઇ શકે, જ્યારે ગ્રંથનો તેમજ અનુભવનો ઉપયોગ થાય. છેલ્લા 15 વર્ષથી સરકારમાં રજૂઆતો કરવા છતાં બાવીસ વર્ષથી ગ્રંથપાલ ભરતી થઇ નથી.
https://www.youtube.com/watch?v=9rHyt_OPlD0&feature=youtu.be
રાજ્યના તમામ ગ્રંથાલય વિજ્ઞાન ના વિદ્યાર્થીઓ ડિગ્રી ધારકો ગ્રંથાલય વિજ્ઞાનના સ્નાતક અનુસ્નાતક અને ખાનગી સંસ્થાઓમાં કાર્યરત ગ્રંથપાલો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. યુવાનો દ્વારા માગ કરવામાં આવી હતી કે, રાજ્યની સરકારી તેમજ અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે, એમ એસ યુનિવર્સિટીને બાદ કરતા તમામ યુનિવર્સિટીઓમાં ઇન્ચાર્જ ગ્રંથપાલથી કામ ચલાવવામાં આવે છે તેને બંધ કરી કાયમી ગ્રંથપાલની નિમણૂક કરવામાં આવે, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના અભ્યાસ ચલાવવામાં આવે છે. ત્યાં પણ અધ્યાપકોની પૂરતા પ્રમાણમાં જગ્યાઓ ભરવામાં આવી નથી