વાળમાં તેલ લગાવતા ક્યારેય ન કરવી જોઇએ આ ભૂલો
વાળને ભરાવદાર, મજબૂત અને સુંદર બનાવવા માટે યુવતીઓ કેટલીક હેર કેર ટિપ્સ અપનાવે છે. જેમાથી વાળને ઘોતા પહેલા સ્કેલ્પને તેલથી મસાજ કરવું જોઇએ. જેને કરતા સમયે તમે કેટલીક ભુલો કરો છો. જેનાથી વાળને ફાયદો થવાની જગ્યાએ નુકસાન પણ થઇ શકે છે. જેથી વાળને સુંદર, ભરાવદાર અને લાંબા કરવા માટે તેલ નાંખતા સમયે કેટલીક એવી વાતો છે જેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી હોય છે. આજે અમે તમને જણાવીશું કે તેલ નાંખતા સમયે યુવતીઓએ કઇ-કઇ ભૂલો કરે છે.
કાંસકાથી વાળ ન ઓળવા
દરેક યુવતીઓ વાળ પર તેલ કરતા પહેલા કાંસકાથી વાળ ઓળતી નથી. જેના કારણે મસાજ કર્યા પછી વાળમાં ગૂંચ પડી જાય છે. જેથી બાદમાં વાળ ઓળવાથી વાળ તૂટવા લાગે છે. જેથી વાળને ખરતા બચાવવા માટે તેલ નાંખતા પહેલા કાંસકાથી વાળ ઓળવા ખૂબ જરૂરી છે.
ફક્ત આંગળીનો ઉપયોગ
વાળની તેલથી મસાજ કરવા માટે લોકો તેમની દરેક આંગળીઓનો ઉપયોગ કરે છે. જો તમે પણ આમ કરો છો તો આજથી જ તમારી આ આદત બદલી લો. કારણકે આ રીતે મસાજ કરવાથી વાળને પૂર્ણ રીતે ફાયદો મળી શકતો નથી. જેથી વાળમાં તેલ નાંખતા પહેલા તેલને નવશેકું ગરમ કરી રૂ (કોટન)ની સાથે સ્કેલ્પ અને વાળ પર લગાવો. જેથી તમને ખૂબ ફાયદો મળશે.
વાળને ફીટ બાંધવા
માથામાં તેલ લગાવ્યા પછી દરેક યુવતી વાળને ટાઇટ બાંધી લે છે. જેનાથી વાળ તૂટવાની સમસ્યા થઇ શકે છે. કારણકે વાળને તેલથી મસાજ કર્યા પછી તે નરમ થઇ જાય છે. જેથી વાળને હંમેશા ઢીલા રાખીને બાંધવા જોઇએ.