જમીન રિસર્વે મામલે ખેડૂતોએ કલેકટરને આપ્યું આવેદન
ગુજરાત માં જમીન રિસર્વે ની કામગીરી કરવામાં આવી જેમાં ઘણા મોટા પ્રમાણમાં માં ખેડૂતો ની ફરિયાદો સામે આવી હતી જેમાં નવા જમીન રિસર્વે માં ખેડૂતો ને માપણી માં ભૂલો થઈ હતી જેમાં સરકારે પણ હસ્તક્ષેપ કરી જાહેરાત કરવી પડી હતી કે જેતે ખેડૂત ને જમીન રિસર્વે માં ભૂલ થઈ હોય તો ખેડૂતે અરજી કરવાની રહેશે પણ હજુ સુધી સરકાર આ બાબતે ખેડૂતો ને ન્યાય આપી શકી નથી જે મુદ્દે આજે ગાંધીનગર ના જમીયત પુરા ગામ ના ખેડૂતોએ કલેકટરને આવેદન આપવા આવ્યા હતા
https://www.youtube.com/watch?v=nuuHE1i49bM&feature=youtu.be
સમગ્ર મામલે ગામના ખેડૂતે જણાવ્યું કે ખોટા નામો નકલમાં ઉમેરાતા નકલમાં નામ બતાવીને જમીનો બારોબાર વેચાણ કરી રહ્યા છે. જ્યારે તે જમીન ઉપર લોન પણ લઈ લે છે.આ બાબતે ખેડૂતો દ્વારા અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ તે રજૂઆતો ઉપર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ ડી.એલ.આર ઓફિસ દ્વારા કેજેપીમાં સુધારો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ તે માત્ર વાતોના વાયદા પુરવાર થયા છે કેટલા ખેડૂતોની પાસે એક ગુંઠો જમીન પણ ન હતી તેવા ખેડૂતોના નામ 7 /12 ની નકલમાં આવી ગયા છે. ત્યારે અમારી માંગણી છે કે, જો આ બાબતે હવે પછી કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.