ખેડૂતોને વાર્ષિક મળી શકે છે 6000 રૂપિયાથી વધારે સહાયતા રકમ – જેટલી
સારવાર માટે અમેરિકા ગયેલા કેન્દ્રીય મંત્રી અરણ જેટલીએ રવિવારે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન ખેડૂત યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળતી 500 રૂપિયાની રકમમાં ભવિષ્યમાં વધારો થઈ શકે છે. જેટલીએ કહ્યું કે, સંપત્તિમાં વધારો થતા આ રકમને પણ વધારવામાં આવશે. જેટલીએ ન્યૂઝ એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.
1લી ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા બજેટમાં નાણાકીય મંત્રી પીયૂષ ગોયલે PM-ખેડૂત યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા 2-2 હજાર ત્રણ હપ્તાઓનાં સીધા ખાતામાં જમા કરાવામાં આવશે. આ યોજનાથી 12 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થવાની આશા છે.
જેટલીએ કહ્યું- ખેડૂતોએ સંકટથી બચવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. આ ઉપરાંત અમે ખેડૂતોનાં ઘરે સસ્તુ ભોજન, મફત સ્વાસ્થ્ય તપાસ અને સારવાર, સ્વચ્છતા, વીજળી, ગેસ કનેક્શનની સુવિધા આપી રહ્યા છીએ. આ ઉપરાંત અમે ક્રેડિટ કાર્ડની મર્યાદાને પણ બમણી કરી દીધી છે.