Site icon Time News

પીજીવીસીએલના દંડ, ઉઘરાણી અને પાણીની તંગી વચ્ચે ખેડૂતો પીડાય છે, સરકાર સ્થળ પર સ્થિતિ જુએ: Isudan Gadhvi

Isudan Gadhvi
Isudan Gadhvi

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મુખ્યમંત્રીના દ્વારકા પ્રવાસ અંગે મહત્વની માંગણીઓ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું પદ કોઈ એક પરિવાર, જ્ઞાતિ કે પાર્ટીનું નહીં પરંતુ સર્વ સમાજ અને સર્વ વર્ગનું ગરિમામય પદ છે, તેથી જ તેમને ‘ગુજરાતના નાથ’ કહેવાય છે. આજે જ્યારે ગુજરાતના નાથ દ્વારકાના નાથના આંગણે દર્શન કરવા પધારી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. જેમ મુખ્યમંત્રી આદિવાસી વિસ્તારમાં બે-ત્રણ દિવસ રોકાયા હતા, તેમ તેઓ દ્વારકા, જામનગર અને પોરબંદરના ગામડાઓમાં ખેડૂતોના ઘરે એક-એક રાત રોકાય તેવી વિનંતી છે; ભલે તેનાથી તેમની પાર્ટીને ફાયદો થાય, પણ તેઓ ખેડૂતોની વાસ્તવિક પીડાથી વાકેફ થશે. હાલ ખેડૂતો કર્જમાં ડૂબેલા છે, ખાતામાં નાણા નથી, શિયાળુ પિયત શક્ય નથી, ઉઘરાણીના ફોન અને પીજીવીસીએલના દંડનો માર સહન કરી રહ્યા છે, તેમજ નર્મદા કે સિંચાઈ તો દૂર, પીવાના પાણીની પણ તંગી છે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની અછત છે, દુષ્કાળ જાહેર થયાને મહિનો થવા છતાં રાહત કાર્યો શરૂ થયા નથી અને અગાઉ કમોસમી વરસાદમાં બે હેક્ટરે ₹૪૪,૦૦૦ ની સામે આ વખતે જાહેર કરેલા માત્ર ₹૮,૫૦૦ પણ ખેડૂતોને મળ્યા છે કે કેમ તે અંગે મુખ્યમંત્રી સ્થળ પર જઈને તપાસ કરે અથવા મીડિયા સંબોધનમાં આ સવાલોના જવાબ આપે.

બીજી તરફ દ્વારકાના નાથને પ્રાર્થના કરતા Isudan Gadhviએ કહ્યું કે, ગુજરાતના નાથ કદાચ ધ્વજા ચઢાવીને પોતાનું સીએમ પદ અકબંધ રહે અને લોકો બધી પીડા ભૂલીને જ્ઞાતિ-જાતિના વાડામાં વીંટાઈને ફરી ભાજપને મત આપે તેવી પ્રાર્થના કરશે, પરંતુ ભગવાન દ્વારકાધીશ તેમને પૂછે કે માલધારીઓ, ખેડૂતો અને ગરીબ વર્ગ પીડિત છે ત્યારે તેમણે ગુજરાતના નાથ તરીકેની જવાબદારી કેટલી નિભાવી? દ્વારકાધીશને હાથ જોડીને વિનંતી છે કે તેઓ મુખ્યમંત્રીને એવી સદબુદ્ધિ આપે જેથી દર્શન કર્યા બાદ તેઓ ખેડૂતોના ખાતામાં ₹૪૪,૦૦૦ જમા કરાવે અથવા એવો ચમત્કાર કરે કે ખેડૂતોના દેવા માફ થઈ જાય, નહીંતર તેઓ જનતાના પૈસે ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરમાં આવીને માત્ર દર્શન કરી પાછા ગાંધીનગર ઉડી જશે. તેમણે દ્વારકાવાસીઓ વતી સૌને આવકારતા ખેડૂતોને પણ અપીલ કરી કે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નાથને પોતાના પ્રશ્નો પૂછે અને દ્વારકાના નાથને પ્રાર્થના કરે.

Exit mobile version