ફેક ન્યૂઝ શેર કરવામાં સૌથી આગળ છે વૃદ્ધ લોકો, જાણો વિગતે
અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે એવા વ્યક્તિ જેમની ઉંમર 36થી 55 વર્ષની વચ્ચે હોય છે. એવામાં આ સંભવિત છે કે તે ફેક ન્યૂઝ શેર કરી શકે છે. અધ્યનને સાયન્સમાં પબ્લિશ કરવામાં આવ્યા છે. તેમા જાણવા મળ્યું કે 9 ટકાથી ઓથા અમેરિકિઓએ વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ફેસબુક પર આવેલા ઘણા ફેક ન્યૂઝની લિંક્સને શેર કરી હતી. પરંતુ ન્યૂયોર્ક યુનિવર્સિટી અને પ્રિંસટન યુનિવર્સિટીના રિસર્ચર્સે મેળવ્યું કે આવું ખાસ કરીને તે લોકોમાં જોવા મળ્યું કે જેમની ઉંમર 65 વર્ષથી વધારે હતી.
ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેશરે કહ્યું કે ફેક ન્યૂઝને વધારે પ્રમાણમાં શેર કરવામાં આવે છે. જ્યાં આપણને આ વાત નથી ખબર કે કઇ ખબર સાચી છે અને કઇ ખબર ખોટી છે અને આવું આપણે વધારે ફેસબુક પર કરીએ છી. તો જ્યારે 2016માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આવું ઘણું જોવા મળ્યું છે.
જણાવી દઇએ કે ફેસબુક પર કુલ 8.5 ટકા લિંક્સ ફેક નીકળી તો માત્ર 3 ટકા લોકો એવા છે તેમની ઉંમર 18થી 29 વર્ષની વચ્ચે હતી અને તે લોકોએ ફેક ન્યૂઝને શરે કર્યા હતા. જ્યારે આ આંકડો 65 વર્ષના લોકોમાં વધારે હતો જે 11 ટકા હતો.