ફેસબુક માટે ફરી વખત મુશ્કેલીનો સમય, 68 લાખ એકાઉન્ટ પર થઇ અસર
ફેસબુક વાપરનારાઓ માટે એક ખરાબ સમાચાર છે. ફેસબુકે તેના તે બગ માટે માફી માંગી છે જેનાથી યુજર્સની એવી તસવીર પણ સામે આવી શકતી હતી. જેને તેને ક્યારેય શેર ન કરી હોય. આ બગથી થર્ડ પાર્ટી એપ્લીકેશન દ્વારા 12 દિવસની અંદર 68 લાખ લોકોએ એકાઉન્ટ પર અસર થઇ છે.
ફેસબુકનું કહેવું છે કે થર્ડ પાર્ટી એપને યૂજર્સના ફોટો સુધી પહોંચવાની અનુમતિ આપતા દરમ્યા આ ભૂલ 13 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે થઇ હશે. ફેસબુક તરફથી આ જાણકારી આપવામાં આવી કે જ્યારે કોઇ વ્યક્તિ ફેસબુક પર તેના ફોટા સુધી પહોંચવા માટે કોઇ એપને અનુમતિ આપે છે તો અમે ખાસ કરીને એવી એપ્સ લોકો દ્વારા તેમની ટાઇમ લાઇન પર શેર કરવામાં આવેલા ફોટો સુધી પહોંચવાની મંજૂરી આપી દે છે.
કંપનીએ કહ્યું આ કેસમાં બગે ડેવલપર્સને એવા ફોટા સુધી પહોંચવાની મંજૂરી આપી હતી જે લોકોને માર્કેટ પ્લેસ કે ફેસબુક સ્ટોરીજ પર શેર કરી હતી.
આયરલેન્ડની ડેટા પ્રોટેક્શન સંસ્થાએ ફેસબુરની તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસ શુક્રવારે શરૂ કરવામાં આવી છે. આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશનની તપાસ નવા કડક યુરોપીયન ગોપનીયતા કાયદાઓ હેઠળ હશે.
આવી જ તપાસ ઓક્ટોબરમાં પણ કરવામાં આવી હતી. જ્યારે ફેસબુકે પાંચ કરોડ યૂજર્સના એકાન્ટની સુરક્ષામાં સેંઘ લગાવવાની વાત સ્વીકાર કરી હતી. સંચાર પ્રમુખ ગ્રાહમ ડૉયલે કહ્યું આઇરિશ ડીસીપીને 25 મેં 2018ને જનરલ ડેટા પ્રોટેક્શન રેગુલેશન આવ્યા બાદથી ફેસબુકથી સુરક્ષામાં અડચણ આવવાથી ઘણા નોટિફિકેશન મળ્યા છે.