ગુજરાત
ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ફોરેન ડેલિગેટ્સ અને VIPના સ્વાગતને લઇને કરાશે કરોડોનો ખર્ચો
ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 18 જાન્યુઆરી સમિટ શરૂ થઈ રહી છે. જેમાં વિશ્વભરમાંથી રાજનેતાઓ, મલ્ટિનેશનલ કંપનીના ડેલિગેટ્સ તેમજ VIP આવવાના છે. ત્યારે તેમના વેલકમ માટે રાજ્ય સરકાર 3 કરોડથી પણ વધુનો ખર્ચ કરશે.
વાઈબ્રન્ચ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર VIPના સ્વાગત માટે ગુજરાત સરકારે 3 કરોડથી વધુના ખર્ચે એરપોર્ટ બ્યૂટીફિકેશનનું ટેન્ડર બહાર પાડ્યું છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ટેન્ડર બહાર પાડ્યું હતું.
આ સમિટમાં એરપોર્ટ પર લાઈટિંગ કરવામાં આવશે. તેમજ મહેમાનોને બેસવા માટે સોફાની વ્યવસ્થા કરાશે. તે સિવાય સ્ટેજ, ડોમ અને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરીને મહેમાનો માટે ચા-કોફીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.