યુરોગાયનેકોલોજીસ્ટની વાર્ષિક કોન્ફરન્સ, 600થી વધારે પ્રતિનિધીઓ આપી હાજરી
સમગ્ર વિશ્વમાંથી ૬૦૦થી વધારે પ્રતિનિધીઓ યુરોગાયનેકોલોજીસ્ટની વાર્ષિક કોન્ફરન્સ “યુરોગાયનેક-૨૦૧8” માં હાજરી આપી હતી.
કોન્ફરન્સ પ્રાથમિક રીતે યોનિમાર્ગ પુનનિર્માણ અને કાયાકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગાયનેક ને લગતી લાઇવ શસ્ત્રક્રિયા પણ કરવામા આવી છે. કોન્ફરન્સ ના વિષયોમાં વધુપડતી મૂત્રાશય, યુરોગાયનેકોલોજી માં મેડીકોલીગલ બાબતો,લેપ્રોસ્કોપીક મેનેજમેન્ટ ઓફ નલીપરસ એન્ડ વોલ્ટ પ્રોલેપ્સ, યોનિમાર્ગ કાયાકલ્પ અને પેશાબનું તણાવ, ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્ફન્કશન, પેલ્વિક ફ્લોર,જેવા અનેક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
યુરોગયનેક 2018 ના ચીફ ઓર્ગેનાઈઝર અને આઇકેડીઆરસી ના ડિરેક્ટર ઇન્ચાર્જ ડો વિનીત મિશ્રા એ જણાવ્યું કે ” દર્દીઓ ને શ્રેષ્ઠ સારવાર રાહત દરે ઉપલબ્ધ થાય એજ અમારો ઉદ્દેશ્ય છે. યુરોલોજી અને ગાયનેકોલોજી બંને બ્રાન્ચ ની સબડિવિઝન તરીકે યુરોગયનેકોલોજી બ્રાન્ચ વિકસી રહી છે. આખા વિશ્વ માં ગણતરી ના ડોક્ટરો છે જે યુરોગયનેકોલોજી બાબત નું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે.યુરોગયનેક સંબંધિત સમસ્યા ધરાવતી મહિલાઓ ને શ્રેષ્ઠ સારવાર એફિર્ડબલ કિંમતે ઉપલબ્ધ થાય તેવોજ અમારો ઉદ્દેશ્ય છે. એક અંદાજ મુજબ 30 વર્ષ ની ઉંમર બાદ 30 ટકા જેટલી યુવતીઓ ને ખાંસી અથવા છીંક સાથે પેસાબ નીકળી જવાની સમસ્યાઓ થતી હોય છે. ખાસ કરીને ભારત જેવા દેશ માં આ સમસ્યા અંગે ની ચર્ચા મહિલાઓ ક્યારેય ઘરમાં કરતી નથી.”
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=WUS9hix39mM&feature=youtu.be[/youtube]
તેમણે વધુ માં જણાવ્યું કે ” યુવતી કે જેની નોર્મલ ડિલિવરી થઇ હોય તે પૈકી ની 30 ટકા જેટલી યુવતીઓ પેશાબ પર નો નિયંત્રણ ગુમાવે છે. આવી પરિસ્થિતિ માં યુવતીઓ ઘણી વખત ક્ષોભ માં મૂકવું પડે છે. જેમ જેમ મહિલાઓ ની ઉંમર વધતી જાય છે તેમ તેમ સમસ્યા નું પ્રમાણ પણ વધતું જાય છે. 70 વર્ષ કરતા મોટી ઉંમર ની 80 ટકા મહિલાઓ માં યુરિન લીકેજ ની સમસ્યા જોવા મળે છે. આવી સમસ્યા માં થી છુટકારો મળે તે જરૂરી છે આ તમામ વસ્તુ ની જાગૃકતા ફેલાવવા માટે આ પ્રકાર ની કોન્ફરન્સ કરવામાં આવે છે.”
યુરોગયનેક 2018 ના ત્રીજા અને ચોથા દિવસે સમગ્ર ગુજરાત ના મેડિકલ ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર અને પોસ્ટર પ્રેસેંટેશન પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ડોક્ટરો દ્વારા યુરોગયનેક ને લાગતા જુદા જુદા વિષયો પર પેનલ ડિસ્કશન અને લેક્ચર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.