ઇશા અંબાણીના લગ્નમાં દિગ્ગજ બોલીવુડ સ્ટાર્સે પીરસ્યું ભોજન – Video
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની એકમાત્ર દીકરી ઈશાનાં લગ્ન 12 ડિસેમ્બરનાં રોજ પોતાના આલીશાન બંગલા ‘એંટીલિયા’માં કર્યા. આ દરમિયાન ફિલ્મથી લઇને રમત અને બિઝનેસથી લઇને રાજનીતિની દુનિયાની હસ્તીઓ પહોંચી હતી. અંબાણીનાં મહેમાનોમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન પણ સહપરિવાર સામેલ થયા હતા. ઈશા અંબાણીનાં આ રૉયલ વેડિંગનાં ડિનર વિડીયો સામે આવી રહ્યા છે.
આમા અમિતાભ બચ્ચન અને આમિર ખાન પોતાના હાથે મહેમાનોને ભોજન પીરસતા જોવા મળી રહ્યા છે. ઈશાનાં લગ્નમાં મહેમાનોને ગુજરાતી વ્યંજન પીરસવામાં આવ્યા. જેમાં ઢોકળાથી લઇને ખાંડવી અને થેપલા તેમજ ઉંધિયૂ સામેલ હતા.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=s9CUdboeijA&feature=youtu.be[/youtube]
ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે સાત ફેરા ફર્યા. શુક્રવારે આનંદ પીરામલનાં ફેમિલીએ પોતાના નજીકનાં લોકોને પાર્ટી આપી હતી. આમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ પણ જોવા મળ્યા. નેશનલ કૉન્ફ્રેંસનાં પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લા પણ પહોંચ્યા હતા.