સુષ્મિતાએ શેર કરી બોયફ્રેન્ડની ખાસ તસવીર, લખી રોમેન્ટિક પોસ્ટ
બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન આજકાવ મૉડલ રોહમન શૉલની સાથે તેની રિલેશનશિપને લઇને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા તે રોહમનની સાથે તસવીરો પણ શેર કરતી રહે છે. બન્નેનો પ્રેમ ચરમ પર છે અને સુષ્મિતા તેને કોઇનાથી પણ છુપાવી રહી નથી. તેને તેના બોયફ્રેન્ડની સાથે એક તસવીર શેર કરી છે. જેમા તે કાઉચ પર બેઠેલી નજર પડી રહી છે.
ગત કેટલાક સમયથી સુષ્મિતા અને રોહમનની ચર્ચા દરેક તરફ થઇ રહી છે. સુષ્મિતાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે જ્યારે અમે ભૂતકાળ અને ભવિષ્યને છોડી દઇએ છીએ તો વર્તમાન સામે હોય છે. હું જોઇ રહી છું કે તમે મને જોઇ રહ્યા છો.
કેટલાક દિવસ પહેલા સુષ્મિતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉનટ પર એક ફોટો શેર કર્યો હતો અને સુંદર કેપ્શન લખ્યું હતું. આ પહેલા સુષ્મિતાએ બર્થડે પર રોહમનને એક ખાસ તસવીર શેર કરતા તેને પ્રેમ વ્યક્ત કર્યો હતો.
તે સિવાય સુષ્મિતાએ આ વર્ષે દિવાળી પણ તેના બોયફ્રેન્ડ રોહમનની સાથે મનાવી હતી. તસવીરથી સ્પષ્ટ થયું છે કે બોયફ્રેન્ડની સાથે સુષ્મિતા મજબૂત રિલેશનશિપમાં છે. ફિલ્મોની વાત કરીએ તો, સુષ્મિતાએ તેના બોલીવુડ કરિયર દરમ્યાન નાયક, સમય, મૈં હું ના, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.