કેન્સરની ખબરને લઇને આખરે શાહિદ કપૂરે કર્યું એવું ટ્વિટ કે…
ઇરફાન ખાન, સોનાલી બેન્દ્રે અને ઋષિ કપૂર જેવા સ્ટાર હાલ પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યા છે. બન્નેની બીમારી પાછળ છેલ્લા ઘણા દિવસોથી તે લોકો ચર્ચામાં છે. હાલમાં જ બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરને લઇને પણ એક એવી ખબર સામે આવી છે જેને લઇને શાહિદ કપૂરે આખરે ટ્વીટ કરવું પડ્યું.
કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શાહિદને કેન્સર છે. આ ખબરને લઇને બોલીવુડ સહિત સમગ્ર જગ્યાએ હલચલ મચી જવા પામી છે. અફવાઓથી કંટાળીને આખરે અભિનેતાએ એક ટ્વીટ કર્યું છે. તેમા તને
લખ્યું છે કે હું પૂર્ણ રીતે ફિટ છું. કોઇપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું.
એક ખાનગી વેબસાઇટે શાહિદનું નામ ન લઇને ખબર ચલાવી હતી કે અભિનેત પેટના કેન્સરથી પીડિત છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં છે અને અભિનેતા તેનો ઇલાજ કરાવી રહ્યા છે.
જ્યારે આ અંગે શાહિદના પરિવારને પૂછવામાં આવ્યું તો તેને પ્રતિક્રિયા આપી અને આ દરેક ખબરોને અફવા ગણાવી. શાહિદના પરિવારે કહ્યું, લોકો કઇપણ કેવી રીતે લખી શકે છે. આખેરે આ ખબરનો આધાર શુ છે.
આ પ્રકારની અફવા ફેલાવવી આખરે કેટલું યોગ્ય છે.
શાહિદ કપૂર હાલ તેની નવી ફિલ્મ કબીર સિંહના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 21 જૂન 2019એ રિલીઝ થશે. આ પહેલા શાહિદની શ્રદ્ધા કપૂર સાથેની ફિલ્મ બત્તી ગૂલ મીટર ચાલું ફિલ્મ રિલીઝ થઇ હતી. જોકે, આ
ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાલ બતાવી શકી નહીં. આ વર્ષે શાહિદના ખાતામાં માત્ર એક ફિલ્મ સફર થઇ છે. જે ફિલ્મ પદ્માવત છે. ફિલ્મમાં શાહિદ દીપિકાની ઓપોજિટ હતો.