પ્રખ્યાત યૂટ્યૂબર દાનિશ જેહનની રોડ અકસ્માતમાં મોત
પ્રખ્યાત યુટ્યૂબર અને એમટીવીના શો Ace of Spaceના કંટેસ્ટેંટ રહેલા દાનિશ જેહનની એક રોડ દુર્ઘટનામાં મોત થઇ ગઇ. રિપોર્ટ્સ મુજબ દાનિશ ગુરુવારે સવારે એક લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારે જ તેનો રોડ અકસ્માત થયો. જેમા દાનિશની મોત થઇ ગઇ. આ દુર્ઘટના મુંબઇના વાશીમાં થઇ છે.
દાનિશની ઉંમર 21 વર્ષની હતી. દાનિશ એક મિડલ ક્લાસ ફેમિલીથી છે. મુંબઇના એક મધ્યમવર્ગીય પરિવારથી છે. દાનિશ તેના યૂટ્યૂબ વીડિયો અને બ્લોગ્સના કારણે ફેમસ હતો. હા્લમાં તેને એમટીવી ના શો Ace of Spaceમાં જોવામાં આવ્યો હતો.
દાનિશ જેહન યૂટ્યૂબ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય રહ્યો છે. તેની મોતથી તેના ફેન્સ સદમામાં છે. સોશિયલ મીડિયા પર દાનિશની મોતને લઇને ફેન્સ શોક વ્યકત કરી રહ્યા છે. ફેન્સ ટ્વિટર પર દાનિશને શ્રદ્રાંજલિ આપી રહ્યા છે.
દાનિશ લાઇફ સ્ટાઇલ બ્લોગર પણ છે તેના Instgram પેજ પર આશરે 855 હજાર ફોલઅર પણ છે. પૂર્વ બિગ બૉસ કંટેસ્ટેંટ વિકાસ ગુપ્તા તેના મોતથી ખૂબ દુખી છે. એક સોશિયલ પોસ્ટમાં દાનિશની ફોટો શેર કરતા તેમણે લખ્યું છે કે દાનિશ તુ હંમેશા લોકોના દિલમાં રહીશ. હુ અન્ય હાઉસ ગેસ્ટને કેવી રીતે જણાવું કે તુ હવે પાછો નહીં આવે.