‘સિમ્બા’માં અજય દેવગનની એન્ટ્રીથી નાખુશ છે રણવીર સિંહ, કારણ જાણી ચોંકી જશો
બોલીવુડના ધમાકેદાર અભિનેતા રણવીર સિંહ વર્તમાનમાં તેની અપકમિંગ સિમ્બાના પ્રમોશનમાં જોરશોરથી કરી રહ્યા છે. જ્યારે હાલમાં આ ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમા રણવીર સિંહ કઇક અલગ અંદાજમાં નજરે પડે છે. જ્યારે ટ્રેલરમાં તેની ધમાકેદાર એન્ટ્રીએ દરેક લોકો આ ફિલ્મ જોવાની રાહ જોઇ રહ્યા છે. રણવીર સિંહની સાથે સિમ્બામાં સિંઘમ અજય દેવગન પણ નજરે પડવાનો છે.
જોકે, ખબરોની માનીએ તો સિંઘમ અજય દેવગનની એન્ટ્રીથી રણવીરસિંહ ખુશ નથી. એક રિપોર્ટ મુજબ ટ્રેલર લોન્ચ તક પર રણવીર સિંહ અપસેટ નજરે પડ્યો. કહેવામાં આવી રહ્યું છે કે તેનું કારણ ફિલ્મના અંતમાં સિંઘમની એન્ટ્રી છે. કારણકે તેના આવવાથી આખું ધ્યાન રણવીર સિંહની જગ્યાએ અજય દેવગન તરફ જતું રહ્યું છે.
સિમ્બામાં રણવીર સિંહ સિવાય સારા અલી ખાન પણ મૂખ્ય ભૂમિકામાં નજરે પડવાની છે. જણાવી દઇએ કે સિમ્બા સારા અલી ખાનના કરિયરની બીજી ફિલ્મ છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ એક્શન રોમેન્ટિક ફિલ્મ છે. ફિલ્મ 28 ડિસેમ્બર 2018માં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.