ગુજરાત

ગાંધીનગરમાં પ્રથમ વખત “સ્ટોર્મ ઓવરસીઝ અને કાનન ઇન્ટરનેશનલ” દ્વારા એજયુકેશન જોબ ફેર

ગાંધીનગર માં પહેલી વાર “સ્ટોર્મ ઓવરસીઝ અને કાનન ઇન્ટરનેશનલ” દ્વારા મહાત્મ્ મંદિર ખાતે આજે મેગા એજ્યુકેશન ફેર નું આયોજન કરવસમાં આવ્યું હતું, જેમાં બને સનસ્થા ઓના સતત પ્રયત્નોથી કેનેડા અને યુ.એસ.એ. ની 50 થી વધુ કોલેજો અને યુનિવર્સિટી ઓ ના પ્રતિનિધિ ઓ દ્વારા વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ને એક જ જગ્યા એ વિના મૂલ્યે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ગુજરાત માં આજની યુવા પેઢી ને અત્યારે વિદેશ માં ભણવા જવાનું ઘેલું લાગ્યું છે એટલે જ તો આજે અમેરિકા અને કેનેડા જેવા દેશો માં બાળકો નો ભણવા જવા નો ક્રેઝ વધ્યો છે જે અંતર્ગત ગુજરાત ની ઇન્ટરનેશનલ સ્ટડી એજન્સી ઓ પણ વિધાર્થી ઓને વિદેશ ની યુનિવર્સીટી માં અભ્યાસ માટે માર્ગદર્શન પૂરું પડતી હોય છે જે અંતર્ગત સ્ટોમ ઓવરસીઝ અને કાનન ઇન્ટરનેશનલ દ્વારા ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે વિશ્વ ની ટોપ સ્ટડી યુનિવર્સીટી નો મેગા એજયુકેશન ફેર નું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત આ કાર્યક્રમ માં શિક્ષણ મત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર ના મેયર પ્રવીણ પટેલ ડેપ્યુટી મેયર જીગા બાપુ અને ગુજરાત યુનિવર્સીટી ના કુલપતિ હિમાંશુ પડ્યા ની ખાસ ઉપસ્થિતિ રહી મીડિયા સાથે વાત કરતા કુલપતિ એ જણાવ્યું કે આજે ગાંધીનગર માં આ એજયુકેશન ફેર નું આયોજન કરવામાં આવ્યું છે.

https://www.youtube.com/watch?v=TitQQTvHm0M&feature=youtu.be


રાજ્ય સરકાર વિધાર્થી ના શિક્ષણ માટે ગંભીર છે અને વિદેશ જવા ઇચ્છુક વિધાર્થી માટે આજે આ વિશેષ કેમ્પ નું આયોજન કરેલ છે આજના આ કેમ્પ માં વિશ્વ ની 54 થી વધારે ઇન્ટરનેશનલ યુનિવર્સીટી એકજ જગ્યાએ ભેગી થઈ છે જેમાં 18 થી વધારે યુનિવર્સીટી અમેરિકા ની જ છે વિદેશ જનાર વિધાર્થી ઓને યોગ્ય માહિતી મળે એટલે આ વિના મૂલ્યે સંપૂર્ણ માર્ગદર્શન મળે જેમાં વિદેશ ની યુનિવર્સીટી ની ફી કેટલા સમય નો કોર્ષ છે અને એની માન્યતા કેટલી છે એનું યોગ્ય અને સાચી માહિતી મળે એજ આ સેમિનાર નો મુખ્ય ઉદ્દેશ છે હું સ્ટોર્મ ઓવરસીઝ અને કાંનન ઇન્ટરનેશનલ જેવી સંસ્થા ને અભિનંદન આપું છું જેને ગાંધીનગર માં પહેલી વાર આવા એજયુકેશન ફેર નું આયોજન કર્યું અને વિદેશ જવા ઇચ્છુક યુવાન યુવતીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button