National

ED અધિકારી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ડિંડીગુલમાં ડોક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એક અધિકારી ઝડપાયો હતો. તેમણે કહ્યું, “એન્ફોર્સમેન્ટ ઓફિસર અંકિત તિવારી ડિંડીગુલમાં એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો.”

તામિલનાડુમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક અધિકારી કથિત રીતે લાંચ લેતા ઝડપાયો છે. તમિલનાડુના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે અંકિત તિવારી નામનો એક કથિત ED અધિકારી ડિંડીગુલમાં ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. તેમણે કહ્યું, “એન્ફોર્સમેન્ટ ઓફિસર અંકિત તિવારી ડિંડીગુલમાં એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. તે તેની ED અધિકારીઓની ટીમ સાથે મળીને ઘણા લોકોને ધમકાવી રહ્યો છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં તેની સામેનો કેસ બંધ કરી દેવાના નામે લાંચ લેતા હતા.”

તમિલનાડુની ભ્રષ્ટાચાર વિરોધી વિંગ ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) એ શુક્રવારે સવારે અંકિત તિવારીની ધરપકડ કરી છે. નામ જાહેર ન કરવાની શરતે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, “અમે તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે જોડાયેલ છે કે કેમ તે ચકાસવાની પ્રક્રિયામાં છીએ.”

હજુ સુધી આ આરોપ પર ED તરફથી કોઈ જવાબ કે સ્પષ્ટતા આવી નથી. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાને ED અધિકારી ગણાવી રહ્યો છે. ધરપકડ કરાયેલા આરોપી ખરેખર EDનો ભાગ છે કે કેમ તે પણ હજુ સુધી જાણી શકાયું નથી. સરકાર વતી અધિકારીએ અંકિત તિવારીનું આઈડી કાર્ડ પણ રજૂ કર્યું છે. આ આઈડી કાર્ડ ડિસેમ્બર 2024 સુધી માન્ય છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button