દિલ્લી-એનઆરસીમાં ભૂકંપનાં ઝટકા, પાકિસ્તાનનાં રાવલપિંડી પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ
દિલ્લી-એનઆરસીમાં ભૂંકપનાં ઝટકા અનુભવાયા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને લોકો પોત-પોતાની ઑફિસ અને ઘરોમાંથી બહાર આવી ગયા. દિલ્લીની સાથે સાથે કાશ્મીરમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. લોકો ભૂંકપથી ગભરાયેલા છે. ભૂકંપનાં આ ઝટકા 4 વાગીને 35 મિનિટ પર આવ્યા હતા. ભૂકંપની તિવ્રતા 6.3 હતી. તેનું કેન્દ્ર પાકિસ્તાનનાં રાવલપિંડી પાસે કહેવામાં આવી રહ્યું છે.
ભૂંકપનાં ઝટકાઓ હરિયાણા, પંજાબ, દિલ્લી, કાશ્મીર, હિમાચલ પ્રદેશની અલગ અલગ જગ્યાએ અનુભવાયા. પંજાબનાં અમૃતસર, લુધિયાણા, ચંદીગઢ, ગુરદાસપુરમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા. હરિયાણાનાં ગુરૂગ્રામ અને ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ અને મેરઠમાં પણ ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા. અત્યાર સુધી ભૂંકપનાં કારણે જાન-માલનાં નુકસાનનાં કોઈ જ સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનનું જાટલાન છે.
પાકિસ્તાનની નજીક હોવાના કારણે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપની અસર વધારે અનુભવાની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2005માં પણ જમ્મુ-કાશ્મીરમાં આવો જ તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેમાં કાશ્મીરમાં ઘણું જ નુકસાન થયું હતુ. તે સમયે 7.6નાં સ્કેલનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઘણા લોકોનાં મોત થયા હતા.