National
આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

ભારત દેશમાં નિકોબાર ટાપુઓમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ભૂકંપની માહિતી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, સવારે 5.40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધવામાં આવી છે. સારી વાત એ છે કે ભૂકંપના કારણે કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર હજુ સામે આવ્યા નથી.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે આંદામાન ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે લગભગ 12.53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 69 કિલોમીટર ઊંડે હતું.