પ્રેગનેન્સી દરમિયાન ખાઓ વસ્તુઓ, થશે અધધધ ફાયદાઓ
પ્રેગનેન્સીમાં મહિલાઓ તેમના સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખશે એટલું જ તેનું થનારુ બાળક અને પોતે સ્વસ્થ રહેશે. હેલ્ધી રહેવા માટે સૌથી જરૂરી હોય છે તેનો ડાયેટ ચાર્ટ વધારે સારો હોવો જોઇએ. પરંતુ કેટલીક વખત યોગ્ય કાળજી ન કરવાના કારણે પણ મહિલાઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રેગનેન્સી દરમિયાન સૂકુ નારિયેળ ખાવાથી મહિલાઓને કેટલીક મુશ્કેલીઓથી રાહત મળી શકે છે. આવો જો ઇએ પ્રેગનેન્ટ મહિલાઓને સૂકૂ નારિયેળ ખાવાથી કયા-કાય ફાયદાઓ મળે છે.
– નારિયેળ ખાવાથી થનારા બાળકને અને મહિલાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
– ગર્ભાવસ્થામાં લોહીની ઉણપ થવા પર સૂકું નારિયેળનું સેવન કરવું ખૂબ ફાયદાકારક રહે છે.
– પ્રેગનેન્સીમાં દરેક મહિલાઓના પગમાં સોજા આવવાની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા થવા પર સૂકુ નારિયેળ ખાવું જોઇએ. જેથી સોજામાં રાહત મળે છે.
– ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને એસિડીટીની સમસ્યા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે સૂકુ નારિયેળનું સેવન કરવાથી ઘણાં ફાયદા થાય છે.
– સૂકું નારિયેળ ખાવાથી બ્રેસ્ટ મિલ્ક વધારે બને છે. તેની સાથે જ દૂધની પૌષ્ટિકતા પણ વધે છે.